Wednesday 28 October 2015

Brief on ANIRUDDHA PREMSAGAR at Vadadora on 01.11.2015 by POOJAVEERA SHAH.



श्री सद्गुरुसुमिरनबल
सब कछु करत सुहाई ।
अनिरुध्ध नाम की रटन लगाई
टूट गई दुख की डोरी ।।
...
સદ્ગુરુનું સતત નામસ્મરણ કરવાથી આપણને હિંમત મળે છે અને આપણી જિંદગી સુંદર બની જાય છે. માટે જ દુ:ખની અને ચિંતાની જે દોરી છે તેને તોડી નાખવા માટે સતત (અટક્યા વિના) અનિરૂદ્ધનું (આપણા લાડકવાયા સદ્ગુરુ) સતત નામસ્મરણ કરતાં રહેવું જોઈએ. અનિરૂદ્ધનું નામસ્મરણ કરવાથી એક અલગ જ પ્રકારની હિંમત મળે છે અને દુ:ખ અને ચિંતાના પાશાંકુશમાંથી નીકળવાનો એક ગજબ જ પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે. જિંદગી સુમધુર બની જાય છે અને જીવવી સરળ લાગે છે. બાપુ વિનાની જિંદગીની કલ્પના કરવી પણ અશક્ય છે. બાપુને મારા કોટી કોટી વંદન.
જિંદગીને સુમધુર અને સુંદર બનાવવા ચાલો વડોદરા જવાની એક મહત્વની પહેલ કરીએ તા. 1.11.2015.
હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




गुरुभाव: परं तीर्थं अन्यतीर्थं निरर्थकम्। सर्वतीथाॅश्रयं देवि पादाऽगुष्ठे च वतॅते।।
ॐ ब्रह्माविष्णुमहेश्वरेभ्य: नम: ॥
અર્થાત્, શિવજી પાર્વતીજીને કહે છે કે, "દેવી ગુરુભાવ જ સર્વશ્રેષ્ઠ તીર્થ છે. ગુરુભાવ વગર અન્ય તીર્થ નિરર્થક છે. ગુરુદત્તનાં ચરણ અંગુષ્ઠમાં (ચરણનો અંગુઠો) જ સમસ્ત તીર્થોનું આશ્રયસ્થાન છે."
બ્રહ્માવિષ્ણુમહેશ્વરજી ને મારા નમસ્કાર.
...
બાપુ હંમેશા કહે છે કે ઈશ્વરમાં શ્રધ્ધા રાખવા માટે સૌપ્રથમ આપણે પવિત્ર ગુરુભાવ રાખવો જોઈએ. ગુરુભાવ ન હોય તો ઈશ્વરની ભક્તિ પણ કરી શકાતી નથી. સાચો ગુરુભાવ ફકત ગુરુદત્તનાં ચરણ અંગુષ્ઠમાં જ છે. બધાં જ તીર્થોનું આશ્રયસ્થાન એ ગુરુદત્તનાં ચરણકમળ છે. જેણે એ ગુરુદત્તનાં ચરણકમળ પામી લીધાં એણે બીજાં કોઈપણ તીર્થસ્થાનોએ જવાની જરૂર નથી. એને બધાં જ તીર્થસ્થાનોનું પુણ્ય મળે છે. બાપુનાં ગુરુચરણકમળમાં જેણે એકવાર મસ્તક મૂક્યું એણે બધાં જ તીર્થસ્થાનોનાં દર્શનનું પુણ્ય ભાથું મળી ગયું. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.

 
"બાપુનો પ્રેમ અપાર, બાપુ દયાસાગર,
આવી જાય રક્ષણ કરવા, નામ લેતાં બરોબર".
જયારે પણ જિંદગીમાં કંઈક અડચણો કે તકલીફો આવી પડે ત્યારે ફકત ને ફક્ત બાપુનું નામસ્મરણ જ એક એવી વસ્તુ કે પછી એમ કહો કે રામબાણ ઈલાજ છે જે તમને દરેક આપત્તિઓમાંથી બહાર લાવવા માટે પૂરતું અને સક્ષમ છે. ફકત અનિરૂદ્ધનું નામ લેવાથી જ બધી મુશ્કેલીઓ જાણે ડરીને દૂર ભાગી જાય છે અને ફરી પાછા આવવાનું વિચારતી સુધ્ધાં નથી. જીવન જીવવું સરળ બની જાય છે. સાચે જ, "આવી જાય રક્ષણ કરવા નામ લેતાં બરોબર". બાપુનો પ્રેમ એટલો અપાર છે કે એ બધાંને કોઇપણ જાતની અપેક્ષા કે નીતિનિયમો વિના પ્રેમ ("लाभेविण प्रीति"- Unconditional Love) કરતાં રહે છે. જગદંબ, જય દુર્ગે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




"सब सोंप दिया है जीवन का अब भार तुम्हारे हाथों में, चाहे हार मीले या जीत मीले, उपहार तुम्हारे हाथों में।।"
જયારે આપણે સદ્ગુરુના ચરણોમાં આપણું સમગ્ર જીવન સમર્પિત કરી દઈએ પછી જિંદગીમાં હાર મળે કે જીત મળે, બધું સદ્ગુરુ ચરણોમાં જ અર્પણ કરી દેવું જોઈએ. જે મળ્યું છે અને મળી રહ્યું છે એ બધું સદ્ગુરુ કૃપાથી મળી રહ્યું છે એમ માનીને હંમેશાં એમને કૃતજ્ઞ રહેવું જોઈએ. બાપુ હંમેશા કહે છે કે આપણે હંમેશાં મોઠી આઈ અર્થાત, મહિષાસુરમર્દિની માતાને અંબજ્ઞ કહેવું જોઈએ.
"અંબજ્ઞ= આદિમાતા વિશે શ્રધ્ધાવાનોના મનમાં વસનારી અને કયારેય ન ડગનારી અસીમ કૃતજ્ઞતા."
હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




"અનિરૂદ્ધ બોલો અનિરૂદ્ધ બોલો, દુઃખીઓના દુઃખ બાપુ હરે."
ખરેખર જેની જિંદગીમાં બાપુનું આગમન થઈ ગયું એને જિંદગીમાં આવતી મુશ્કેલીઓ અને અડચણો દુઃખ જેવી લાગતી જ નથી. મુશ્કેલીઓ અને અડચણો બધાંની જિંદગીમાં આવે છે જે કુદરતનો નિયમ છે પણ જેની જિંદગીમાં અનિરૂદ્ધ બાપુ સદ્ગુરુ રૂપે આવ્યા છે તેને દરેક મુશ્કેલીઓ અને અડચણો એમના પિતા સમાન સદ્ગુરુ શ્રી અનિરૂદ્ધની સામે સાવ નાની લાગે છે કારણકે બાપુ એ બધાંની સામે બહું મોટાં છે.
" તુમ હી હો માતા, પિતા તુમ હી હો, તુમ હી હો બંધુ, સખા તુમ હી હો."
અનિરૂદ્ધ બાપુની પ્રોમિસ છે બધાંને: "હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં."
હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.




અનિરૂદ્ધની શરણે જે ગયું તેનું જીવન એળે નથી ગયું. સાચે જ,
જે શ્રધ્ધાવાનો પોતાનું સર્વસ્વ અનિરૂદ્ધના ચરણે સોંપી દે છે તેને જિંદગીમાં કોઈ મુશ્કેલીઓ કે તકલીફોનો સામનો કરવો પડતો નથી. અનિરૂદ્ધ બાપુ હંમેશા કહે છે કે "તું અને હું એકત્ર થઈને કંઈ ન કરી શકીએ એવું આ જગતમાં કંઈ જ નથી." જે શ્રધ્ધાવાનો સબુરી રાખીને અનિરૂદ્ધમાં 108% શ્રધ્ધા અને વિશ્વાસ રાખે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. જીવન ધન્ય બનાવવા માટે ચાલો આપણે બધાં અનિરૂદ્ધ પ્રેમસાગરમાં તરબોળ થઈ જઈએ તા. 1.11.2015, વડોદરા મુકામે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ




"અનિરૂદ્ધ"અથૉત જેને કોઈ રોકી ના શકે. ખરેખર જ, જે અનિરૂદ્ધના થઈ ગયાં અને અનિરૂદ્ધના પ્રેમસાગરમાં ગરકી ગયા એને જીવનમાં એક સાચો મિત્ર, પિતા,ભાઈ,શિક્ષક અને જીવન જીવવાની જીવાદોરી મળી ગઈ.
જીવનમાં જયારે સાચાં સદ્ગુરુ એ મિત્ર અને સાચો મિત્ર એ સદ્ગુરુ રૂપે મળે ત્યારે જીવન ધન્ય બની જાય છે અને જીવન કેવી રીતે જીવવું એનો એક સવૉત્તમ રસ્તો મળી જાય છે.
આજની આ અતિશય વ્યસ્ત અને ટેન્શનભરી જિંદગીમાં બધા સાથ છોડી દે છે પણ સાચાં સદ્ગુરુ જે તમારો સાચો મિત્ર છે એ કદાપિ તમારો સાથ છોડશે નહિં. સાચાં સ...દ્ગુરુ એ તમને જીવન કેવી રીતે જીવવું એની ગોલ્ડન કી (સોનેરી ચાવી) આપે છે.
ભકિત સાંસારિક જીવન જીવીને કઈ રીતે કરવી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે સૌ શ્રી અનિરૂદ્ધ બાપુને સમજીને અને પચાવીને જાણશું અને માણશું. ચાલો આપણે બધાં અનિરૂદ્ધ પ્રેમસાગરમાં તરબોળ થઈ આ જીવનને ધન્ય બનાવીએ તા. 1.11.2015, વડોદરા મુકામે. હરિ ॐ, શ્રીરામ, અંબજ્ઞ.



--------------------------------------------------------------------
http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
         https://www.youtube.com/manasamarthyadatavid

Tuesday 27 October 2015

Brief on ANIRUDDHA PREMSAGAR at Vadadora on 01.11.2015 by PRATIKSHAVEERA SHAH.





જય અનિૠદધમ્ હરિ અનિૠદધમ્ શરણયમ્ શરણયમ્ શ્રી ગુરૂ ચરણમ્!!!! જેણે જેણે શ્રી ગુરૂના ચરણમાં અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેનું કામ અચૂકપણે થયું જ છે. સાચા ગુરૂનું,સાચા ધર્મનું,સાચા દેવનું અનુસંધાન થવું બહું મુશ્કેલ છે. આપણા પર જો દૈવી કૃપા હોય તો જ સદગુરુનો સહવાસ મળે છે. સદગુરુનો ઉપદેશ માનવીય મયૉદા સાથે અપનાવવાનું શક્ય બનાવે છે. સદગુરુની કૃપા એટલે જાણે મધની ધાર. એકવાર જો વરસવાની શરૂ થાય તો કદી ન તૂટે એમના તરફથી.....આપણે એ ધાર રોકીએ તો જ એ રોકાય. "લઇ જાય,લઇ જાય, લઇ જાય બાપુ નામનો હિંચકો ભય સાગરને પાર" આવો ફાલ્ગુની પાઠકના અનોખા અંદાઝમાં ગુરૂનો મહિમા જાણીએ.
ગુરૂસે કોઇ નહી બડા...ન જાને કયૂ ગફલતમે પડા. જીવનની આ સોનેરી ઘડી,આપણા અણમોલ ભવિષ્યની કેડી બની જશે. 
હરિ ॐ. શ્રી રામ. અંબજ્ઞ.





સદગુરુની કૃપા વચનસિદધ હોય છે. એક વાર એ જો વચન આપે તો કદી મિથ્યા થતી નથી. આપણા અનિરુદધબાપુએ આપણા બધાંને સરસ વાત કહી છે કે હું તમારો કદાપી ત્યાગ કરીશ નહીં. એ સતત આપણા યોગક્ષેમનુ ધ્યાન રાખે જ છે. આપણાં જીવનના વિકાસ માટે ઘણી બધી ઉપાસના શીખવાડી છે. વ્યંકટેશ યાગ-ગણેશ યાગ-દત્ત યાગ થકી આપણા વિઘ્નો દૂર કરવામાં સહાયક થાય છે. સદગુરુનો સહવાસ મળે તો આપણી ઘણી ગેરસમજો દૂર થાય છે. એક બહું સુંદર વાત અનિરૂદ્ધ બાપુએ કહી છે કે અતિ ભીડવાળા રસ્તા પર જો બાળક માતાનો હાથ પકડે તો કદાચ એ હાથ છૂટી શકે ...છે પણ......માતા જો બાળકનો હાથ પકડીને રાખે તો કદી છૂટે? ના....કદાપી નહીં. તે જ પ્રમાણે આપણે સદગુરુમાઉલીના શરણે જઇએ તો જીવન રણમાં કદી ભૂલા પડાશે નહીં. એ આપણો હાથ ને સાથ કદી નહીં છોડે. એ એમનું આપણને વચન છે. જયારે જયારે આપણે એમને યાદ કરીએ છીએ....ત્યારે ત્યારે એ પણ આપણને અચૂક યાદ કરે જ છે......."મારાં બાપુ ધીમેધીમે મારી માટે બધું વ્યવસ્થિત કરી રહ્યા છે".......એક વિશ્વાસ અસાવા પૂરતા,કર્તા હર્તા ગુરૂ ઐસા.... સદગુરુનો આ મહિમા જાણવા જરૂર સહભાગી થઇએ. હરિ ॐ, શ્રી રામ, અંબજ્ઞ.





સદગુરુની કૃપા અને કરૂણા બેમિસાલ હોય છે. સૌના કલ્યાણની કામના એમના મનમાં હંમેશા રહેતી જ હોય છે. ઘણીવાર આપણી જિંદગીમાં દુઃખ આવે ત્યારે આપણે નાસમજ થઇ એમ વિચારીએ છીએ કે ભગવાન આપણાંથી દૂર થઇ ગયા છે. પરંતુ એવું નથી હોતું. શ્રી અનિરૂદ્ધ બાપુ બહુ સરસ રીતે સમજાવીને કહે છે કે ભગવાન તો એમની જગ્યાએ જ ઊભા હોય છે પણ આપણે અવિશ્વાસ કરીને બે ડગલાં પાછળ જતાં રહીએ છીએ તેથી એવો ભાસ થાય છે. આવી ઘણી સુંદર વાતો જાણવા આવો બાપુનાં ગુણ સંકિર્તન કાર્યક્રમમાં અને એમની અકારણ કારુણ્યની ઝાંખી મેળવો. 
હરિ ॐ . શ્રી રામ. અંબજ્ઞ




આત પહેલાં ભગવાનને આગળ કરવાથી કામ યશસ્વી થાય જ છે. જેમ કાચસદગુરુ અનિરૂદ્ધ બાપુ આપણા બધાના રોજબરોજના જીવનમાં ખુબ સરળતાથી સમજી શકાય તે પ્રમાણે-જેમ મા પોતાના બાળકને સમજાવીને શીખડાવે છે તે પ્રમાણે જ્ઞાન આપે છે. "તૂં અને હું મળીને બધું કામ કરીએ." કોઈ પણ કામની શરૂબી પોતાના બાળકનું રક્ષણ દૂરથી નજર માત્રથી કરે છે તેમ સદગુરુ અનિરૂદ્ધ બાપુ પણ આપણું રક્ષણ એમની અમીભરેલી નજરથી કરે છે. અમને જે કાંઇ મળ્યું તે સૌને મળે એ જ બાપુ ચરણે વિનંતી. હરિ ॐ - શ્રીરામ-અંબજ્ઞ. 




"જીવનમાં સદ્ગુરુનું મહત્વ"
સત્ + ગુરુ = સદ્ગુરુ
જે ફક્ત ને ફક્ત સાચો માર્ગ ચિંધે. સદ્ગુરુને સમર્પિત થવાથી તમે સાચું શું અને ખોટું શું એ અવશ્ય જાણશો.

આજની દિશાહીન તરુણ પેઢી જયારે સદ્ગુરુ દ્વારા સાચું શું એ જાણે છે ત્યારે તુરંત અપનાવે છે. એ જ તરુણોને સાચા રસ્તે ચઢતા કદાચ સમય લાગશે પરંતુ ખોટા રસ્તે કદી નહિ જાય.
...
અમારા સદ્ગુરુ શ્રી અનિરૂદ્ધ બાપુ બે વસ્તુ પર સતત ભાર મૂકે છે.
1. પાવિત્ર્ય એ જ પ્રમાણ.
2. મર્યાદા.

જો દરેક વ્યકિત ફક્ત આટલું જ જાણી લેશે તો ચોકકસ સારા રસ્તે ચાલી નીકળશે.
"સોનાના કોઈ મોલ નથી ને સદ્ગુરુના કોઈ તોલ નથી." જેમ તનબદનથી તર થવા માટે પાણીમાં ડૂબકી મારવી જ પડે તેમ શ્રી અનિરૂદ્ધ પ્રેમમાં તરો -તાજા થવા તમે જરૂર આવો, જુઓ,જાણો, અનુભવો સદ્ગુરુની કરુણા અને કૃપા તા. 1.11.2015, વડોદરા. 

---------------------------------------------------------
http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
https://www.youtube.com/manasamarthyadatavid

ANIRUDDHA PREMSAGAR – GUNASANKIRTAN + SATSANG @ VADODARA = 1 November 2015 by FALGUNI PATHAK









http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
https://www.youtube.com/manasamarthyadatavid
 
 

ANIRUDDHA BAPU - Thursday Discourse - 29 January 2015 @ "Shree HARIGURUGRAM".















 










http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
https://www.youtube.com/manasamarthyadatavid