Tuesday 27 October 2015

Brief on ANIRUDDHA PREMSAGAR at Vadadora on 01.11.2015 by PRATIKSHAVEERA SHAH.





જય અનિૠદધમ્ હરિ અનિૠદધમ્ શરણયમ્ શરણયમ્ શ્રી ગુરૂ ચરણમ્!!!! જેણે જેણે શ્રી ગુરૂના ચરણમાં અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેનું કામ અચૂકપણે થયું જ છે. સાચા ગુરૂનું,સાચા ધર્મનું,સાચા દેવનું અનુસંધાન થવું બહું મુશ્કેલ છે. આપણા પર જો દૈવી કૃપા હોય તો જ સદગુરુનો સહવાસ મળે છે. સદગુરુનો ઉપદેશ માનવીય મયૉદા સાથે અપનાવવાનું શક્ય બનાવે છે. સદગુરુની કૃપા એટલે જાણે મધની ધાર. એકવાર જો વરસવાની શરૂ થાય તો કદી ન તૂટે એમના તરફથી.....આપણે એ ધાર રોકીએ તો જ એ રોકાય. "લઇ જાય,લઇ જાય, લઇ જાય બાપુ નામનો હિંચકો ભય સાગરને પાર" આવો ફાલ્ગુની પાઠકના અનોખા અંદાઝમાં ગુરૂનો મહિમા જાણીએ.
ગુરૂસે કોઇ નહી બડા...ન જાને કયૂ ગફલતમે પડા. જીવનની આ સોનેરી ઘડી,આપણા અણમોલ ભવિષ્યની કેડી બની જશે. 
હરિ ॐ. શ્રી રામ. અંબજ્ઞ.





સદગુરુની કૃપા વચનસિદધ હોય છે. એક વાર એ જો વચન આપે તો કદી મિથ્યા થતી નથી. આપણા અનિરુદધબાપુએ આપણા બધાંને સરસ વાત કહી છે કે હું તમારો કદાપી ત્યાગ કરીશ નહીં. એ સતત આપણા યોગક્ષેમનુ ધ્યાન રાખે જ છે. આપણાં જીવનના વિકાસ માટે ઘણી બધી ઉપાસના શીખવાડી છે. વ્યંકટેશ યાગ-ગણેશ યાગ-દત્ત યાગ થકી આપણા વિઘ્નો દૂર કરવામાં સહાયક થાય છે. સદગુરુનો સહવાસ મળે તો આપણી ઘણી ગેરસમજો દૂર થાય છે. એક બહું સુંદર વાત અનિરૂદ્ધ બાપુએ કહી છે કે અતિ ભીડવાળા રસ્તા પર જો બાળક માતાનો હાથ પકડે તો કદાચ એ હાથ છૂટી શકે ...છે પણ......માતા જો બાળકનો હાથ પકડીને રાખે તો કદી છૂટે? ના....કદાપી નહીં. તે જ પ્રમાણે આપણે સદગુરુમાઉલીના શરણે જઇએ તો જીવન રણમાં કદી ભૂલા પડાશે નહીં. એ આપણો હાથ ને સાથ કદી નહીં છોડે. એ એમનું આપણને વચન છે. જયારે જયારે આપણે એમને યાદ કરીએ છીએ....ત્યારે ત્યારે એ પણ આપણને અચૂક યાદ કરે જ છે......."મારાં બાપુ ધીમેધીમે મારી માટે બધું વ્યવસ્થિત કરી રહ્યા છે".......એક વિશ્વાસ અસાવા પૂરતા,કર્તા હર્તા ગુરૂ ઐસા.... સદગુરુનો આ મહિમા જાણવા જરૂર સહભાગી થઇએ. હરિ ॐ, શ્રી રામ, અંબજ્ઞ.





સદગુરુની કૃપા અને કરૂણા બેમિસાલ હોય છે. સૌના કલ્યાણની કામના એમના મનમાં હંમેશા રહેતી જ હોય છે. ઘણીવાર આપણી જિંદગીમાં દુઃખ આવે ત્યારે આપણે નાસમજ થઇ એમ વિચારીએ છીએ કે ભગવાન આપણાંથી દૂર થઇ ગયા છે. પરંતુ એવું નથી હોતું. શ્રી અનિરૂદ્ધ બાપુ બહુ સરસ રીતે સમજાવીને કહે છે કે ભગવાન તો એમની જગ્યાએ જ ઊભા હોય છે પણ આપણે અવિશ્વાસ કરીને બે ડગલાં પાછળ જતાં રહીએ છીએ તેથી એવો ભાસ થાય છે. આવી ઘણી સુંદર વાતો જાણવા આવો બાપુનાં ગુણ સંકિર્તન કાર્યક્રમમાં અને એમની અકારણ કારુણ્યની ઝાંખી મેળવો. 
હરિ ॐ . શ્રી રામ. અંબજ્ઞ




આત પહેલાં ભગવાનને આગળ કરવાથી કામ યશસ્વી થાય જ છે. જેમ કાચસદગુરુ અનિરૂદ્ધ બાપુ આપણા બધાના રોજબરોજના જીવનમાં ખુબ સરળતાથી સમજી શકાય તે પ્રમાણે-જેમ મા પોતાના બાળકને સમજાવીને શીખડાવે છે તે પ્રમાણે જ્ઞાન આપે છે. "તૂં અને હું મળીને બધું કામ કરીએ." કોઈ પણ કામની શરૂબી પોતાના બાળકનું રક્ષણ દૂરથી નજર માત્રથી કરે છે તેમ સદગુરુ અનિરૂદ્ધ બાપુ પણ આપણું રક્ષણ એમની અમીભરેલી નજરથી કરે છે. અમને જે કાંઇ મળ્યું તે સૌને મળે એ જ બાપુ ચરણે વિનંતી. હરિ ॐ - શ્રીરામ-અંબજ્ઞ. 




"જીવનમાં સદ્ગુરુનું મહત્વ"
સત્ + ગુરુ = સદ્ગુરુ
જે ફક્ત ને ફક્ત સાચો માર્ગ ચિંધે. સદ્ગુરુને સમર્પિત થવાથી તમે સાચું શું અને ખોટું શું એ અવશ્ય જાણશો.

આજની દિશાહીન તરુણ પેઢી જયારે સદ્ગુરુ દ્વારા સાચું શું એ જાણે છે ત્યારે તુરંત અપનાવે છે. એ જ તરુણોને સાચા રસ્તે ચઢતા કદાચ સમય લાગશે પરંતુ ખોટા રસ્તે કદી નહિ જાય.
...
અમારા સદ્ગુરુ શ્રી અનિરૂદ્ધ બાપુ બે વસ્તુ પર સતત ભાર મૂકે છે.
1. પાવિત્ર્ય એ જ પ્રમાણ.
2. મર્યાદા.

જો દરેક વ્યકિત ફક્ત આટલું જ જાણી લેશે તો ચોકકસ સારા રસ્તે ચાલી નીકળશે.
"સોનાના કોઈ મોલ નથી ને સદ્ગુરુના કોઈ તોલ નથી." જેમ તનબદનથી તર થવા માટે પાણીમાં ડૂબકી મારવી જ પડે તેમ શ્રી અનિરૂદ્ધ પ્રેમમાં તરો -તાજા થવા તમે જરૂર આવો, જુઓ,જાણો, અનુભવો સદ્ગુરુની કરુણા અને કૃપા તા. 1.11.2015, વડોદરા. 

---------------------------------------------------------
http://aniruddhafriend-samirsinh.com
http://www.aarogyamsukhsampada.com
http://www.aniruddhafoundation.com
http://www.aanjaneyapublications.com
http://www.aniruddhabapu.in
http://www.aniruddhasadm.com
https://www.youtube.com/manasamarthyadatavid